મોરબી: રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખી ઇબાદત કરવામાં આવે છે. ત્યારે નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે.
જેમાં મોરબીની માત્ર સાત વર્ષની બાળકી બુખારી હિનાબાનુએ રમઝાન મહિનામાં 15 રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી. અને સાથો સાથ કોરોના નાબૂદી માટે દુઆ પણ કરેલ હતી. ત્યારે તેમના પરિવાર દ્વારા હિનાબાનુને મુબારક બાદ પાઠવેલ હતી.