મોરબીના લીલાપર રોડ કાળીપાટના નાલા પાસે સાંપે ડંખ મારતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ કાળીપાટના નાલા પાસે રહેતા હિનાબેન મહેશભાઈ અગેચણીયા (ઉ.વ.૩૦) નેં સાંપ કરડી જતા પ્રથમ સીવીલ હોસ્પિટલ મોરબી ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી નોંધ કરી છે.