મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસથી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવે આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ હતો.

જેમાં પ્રથમ ક્લાસમાં 21 બહેનો એ સફળતાપૂર્વક સીલાઈ કામ નું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ જેના અનુસંધાને આ તમામ બેન લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રેણતાં દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડા એ તમામ લાભાર્થીઓ ને શુભકામનાઓ પાઠવેલ હતી.
