મોરબીમાં વધુ એક ઘળિયા લગ્ન આયોજન…..
મોરબી પટેલ સમાજ વાડીમાં વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે ઘડીયા લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા પણ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.
મોરબી શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે બને પક્ષે નક્કી કરી ઘડીયા લગ્ન નું આયોજન કરેલ હતું ભરતભાઈ ગોવિંદભાઇ વિડજા જુના ઘાટીલાવાળાની સુપુત્રી ચી.જાનકી અને સ્વ. સંજયભાઈ અમરશીભાઈ સાણંદિયા બગથળા વાળાના સુપુત્ર ચી. અમોઘના સગાઈ પ્રસંગે બને પક્ષની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા. આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી સમાજ ને રાહ ચીંધી હતી.