Tuesday, April 22, 2025

મોરબીમાં લિફ્ટ માગી યુવકને લૂંટી લેનાર ત્રણ શખ્સો ની ટોળકી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સો ઓરડી નજીક જુના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક ઇવાલોક સિરામિક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ફરિયાદી હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.44 ગત તા.14ના રોજ પોતાનું બાઈક લઈ કારખાનેથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા માણસે મોરબી આવવું છે કહી લિફ્ટ માંગતા હિતેન્દ્રસિંહ આ અજાણ્યા ઇસમને સાથે બેસાડ્યો હતો.બાદમાં બાઈક આગળ ચાલતા જ આ અજાણ્યા શખ્સે કોઈ વ્યક્તિને ફોન કરી આગળ આવવા કહ્યું હતું અને બાઈક જ્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામિક પાસે પહોચતા બાઈક પાછળ બેઠેલા હરેશ અને રવિ તેમજ અજય નામના શખ્સોએ હિતેન્દ્રસિંહનું બાઈક ઉભું રાખવી ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 1200, મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારનું બાઈક લૂંટી મારકુટ કરી નાસી ગયા હતા.બીજી તરફ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ લાલપર તરફથી સર્વિસ રોડ ઉપર લગધીર રોડ તરફ આવતા હોવાની બાતમી મળતા સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી ત્રણ સવારી બાઇકમાં આરોપી અજયભાઈ શિહોરા (ઉ.વ.19), રવીભાઈ પનારા (ઉ.વ.23) અને હરેશભાઈ સારલા (ઉ.વ.23) રહે.તમામ થાન, જિલ્લો સુરેન્દ્રનગરની અટકાવી પૂછપરછ કરતા લૂંટ કર્યાની કબૂલાત આપતા ત્રણેયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW