મોરબીમાં સો ઓરડીમાં રામાપીરના મંદિર નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક શખ્સનુ નામ ખુલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સો ઓરડી વરીયાનગર શેરી નં-૪ માં રહેતા આરોપી ફીરોજભાઈ ગુલાબભાઈ કુરેશી (ઉ.વ.૪૨)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કીં.રૂ. ૭૫૦ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. તથા અન્ય આરોપી જયદીપભાઈ બેચરભાઈ ચાઉ (રહે.સો ઓરડી.મોરબી) નામ ખુલતાં પોલીસે તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.