મોરબીના નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો પોલીસે પકડી પાડી છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નવા ડેલા અશોક પાનની બાજુમાં રહેતા આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા (ઉ.વ.૩૧)એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬ (કિં.રૂ. ૬૦૦૦)નો મુદામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.