મોરબી: મોરબીના નવલખી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એક અજીબો ગરીબ ઘટનામાં મીત્રના ઘરે અગાશી ઉપરથી પડી જતાં યુવકનું મોત નિપજ્યું છે. આ બનાવમાં સત્ય શુ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઇ સાપરીયાના રહેણાક મકાનની અગાશી ઉપરથી પડી જતા રાજેશસિંહ રવિંદ્રસિંહ રાણા (ઉ.વ.૪૨, રહે, વાવડી રોડ, સુમીતીનાથ સોસાયટી, મોરબી)ને માથાના ભાગે ઇજા પહોંચતા હેમરજ થતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.