Tuesday, April 22, 2025

મોરબીમાં માલધારી દિવસની ઉજવણી નિમિતે ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં માલધારી દિવસની ઉજવણી નિમિતે ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ

યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરાયો

મોરબી : મોરબીમાં સામાજિક જાગૃતિ માટે સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન ના યુવાનો દ્વારા વિશ્વ માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી સમાજના યુવાનો દ્વારા ગાયમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી પશુ તથા પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.સાથેસાથે માલઢોર પ્રત્ય વ્યવસાયીક ધોરણ જ નહિ પરંતુ એક સામાજિક ફરજ સમજી તેમનું જતન કરી સંવેદના વ્યકત કરી વિશ્વ્ સામે ગ્લોબલ કાલયમેન્ટ ચેન્જની જટિલ સમસ્યા નિવારવા માલધારી સમાજ પર્યાવણ પ્રત્ય જાગૃકતા કેળવી માલધારીયત પણું દાખવી વિશ્વ અને રાષ્ટ્રના નિર્માણમાં અગ્રેસર રહી કાર્ય કરવાની નેમ સાથે માલધારી દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW