મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી સીએનજી રીક્ષાની ઉઠાંતરી
મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક રીઝેન્સી મોલની સામેથી કોઈ અજાણ્યો ઈસમ સીએનજી રીક્ષાની ઉઠાંતરી કરી ગયો હવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મોરબી -૨મા કાંન્તીનગરમા મસ્જીદ વાળી શેરીમાં રહેતા યુનુશભાઈ ઇબ્રાહિમભાઈ પલેજા (ઉ.વ.૪૭) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક રીઝેન્સી મોલની સામેથી કોઈ અજાણ્યો ઈસમ ફરીયાદીની બજાજ કંપનીની રી કોમ્પેક્ટ સી.એન.જી. રિક્ષા રજીસ્ટર નં. જી.જે.-૩૬-યુ-૨૧૮૬ એંજીન નં. AZYWH841414 ચેચીસ નં. MD2A27AY3HWB82164 કિ.રૂ. ૮૫૦૦૦/- વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.