મોરબી: રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ વર્ષે વ્યક્તિગત ગીત (એકલ) ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજવામાં આવશે. જેમાં વિભાગ 1 માં 6 થી 8 માં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જ્યારે વિભાગ 2 માં 9 થી 12 માં અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. જ્યારે વિભાગ 3 માં ભારત વિકાસ પરિષદ મોરબીના સદસ્ય પરિવારના સભ્યો ભાગ લઈ શકાશે તથા વિભાગ 4 માં ઓપન કેટેગરી 18 વર્ષ થી ઉપર ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ નહિ લઈ શકે. આ સ્પર્ધા ફકત હિન્દી ગીતો માટે જ રહેશે. સ્પર્ધકે ગીતનું રેકોર્ડિંગ 3 થી 5 મિનિટ માં પૂર્ણ કરવાનું રહેશે. તેમજ ગીતના રેકોર્ડિંગ વખતે બેકગ્રાઉન્ડ સંગીત કે અન્ય સંગીત ના સાધનોનો ઉપયોગ કરી શકશે નહિ. દરેક સ્પર્ધકે ગીતના રેકોર્ડિંગ સાથે પોતાનું નામ, વિભાગનું નામ, ઉંમર, શાળાનું નામ, ધોરણ, મોબાઈલ નંબર વગેરે લખીને મોકલવાનું રહેશે. દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવશે.
ગીતની પસંદગી ચેતના કે સ્વર પુસ્તિકામાંથી જ કરી તેની પ્રસ્તુતીનો વિડિયો તા.10/08/2021 સુધીમાં વિભાગ – 1 માટે ધ્રુમિલભાઈ આડેસરા Mo – 9537665500, વિભાગ -2 માટે હિંમતભાઈ મારવાણિયા મો.9825962770, વિભાગ-3
દિલીપભાઈ પરમાર મો.9879910715,
વિભાગ-4 પંકજભાઈ ફેફર મો.9979070999 પર મોકલવાનો રહેશે.
ચેતના કે સ્વર પુસ્તિકા ડાઉનલોડ કરવા માટેની લિંક:
https://bvpindia.com/projects/national-group-song-competition/songs/
વધુ વિગતો માટે ભારત વિકાસ પરિષદ મોરબીના
પ્રમુખ ડો.જયેશભાઈ પનારા મો.98256 21214 તથા ખજાનચી ચિરાગભાઈ હોથી મો.7575077124 તથા મંત્રી અશ્વિનભાઈ રાઠોડ મો.9726921384 પર સંપર્ક કરવા ભારત વિકાસ પરિષદ મોરબીની યાદીમાં જણાવાયું હતું.