Friday, April 25, 2025

મોરબીમાં બહુજન સમાજ પાર્ટીની મિટિંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સર્કિટ હાઉસમાં મોરબી જીલ્લામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા અને મોહનભાઈ રાખૈયા દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આવનાર વિધાનસભાની ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટી પુરી મજબુતાઈથી ચુંટણી લડશે. અને ક્રોંગ્રેસ-ભાજપની મીલી ભગતથી જે એકહથ્થુ શાશન ચાલી રહ્યું છે. તેની સામે બસપા એક મજબુત વિકલ્પ બની રહેશે. તેમ જણાવ્યું હતું. આ મિંટિગમાં મોરબીના બહુજન સમાજ પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહુજન સમાજ પાર્ટીમાં જોડાવા માટે મો. 70161 69402 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણવાયું છે.

Related Articles

Total Website visit

1,502,343

TRENDING NOW