મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અનેક સંસ્થાઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની મદદ માટે આગળ આવીને મદદરૂપ બની રહી છે.
જેમાં મોરબીમાં વજેપર શેરી નંબર 6 હનુમાનજી મંદિરના બજરંગ મિત્ર મંડળ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે બપોરે નિઃશુલ્ક ભોજન ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ 300 થી 500 જેટલાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નિ:શુલ્ક ટીફીન સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા માટે મો.9879612597, 9879270506, 9909172788 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.