મોરબી જિલ્લામાં અનેક સિરામિકના કારખાનાઓ આવેલ છે. અને સિરામિકમાં બાળમજૂરો પાસે કામ કરાવતા હોવાના આ અગાઉ પણ બનાવો સામે આવ્યા છે. ત્યારે મોરબીના બેલા રોડ આવેલ ફ્લેવર ગ્રેનિટો એલ.એલ.પી નામના કારખાનામાં બાળ મજૂરો કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે શ્રમ આયુક્ત ટીમે દરોડા પાડી બાળ મજૂરોને મુકત કરાવી ફેકટરીના ભાગીદાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના બેલા રોડ ઉપર આવેલ ફ્લેવર ગ્રેનાઇટો એલ.એલ.પી નામના સિરામીક કારખાનામાં બાળ મજૂરો પાસે કામ કરાવવામાં આવતું હોવાની બાતમીને આધારે શ્રમ આયુક્ત કચેરીની ટીમના રાજકોટ શ્રમ આયુક્ત કચેરીના અધિકારી મેહુલ મગનભાઇ હિરાણી સહિતની ટીમે દરોડો પાડ્યા હતા. અને ફ્લેવર ગ્રેનિટો સિરામિક કારખાનામાં બાળ મજુરી કરતા તરુણને મુક્ત કરાવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં કારખાનેદાર ધર્મેન્દ્રભાઈ બાબુલાલ રૂપાલા વિરુદ્ધ મોરી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો મોરબી તાલુકા પોલીસે બાળ અને તરૂણ કામદાર (પ્રતીબંધ અને નિયમન) ૧૯૮૬ સને ૨૦૧૬-માં સુધાર્યા અનુસાર એક્ટ ક: ૩એ તથા ૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.