મોરબીમાં આજે તા.૪/૧૨/૨૧ના રોજ વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડૉ.વિક્રમભાઈ સંઘવી દ્વારા દર્દીઓને નિદાન કરી જરૂરી સારવાર માટેની માહિતી આપેલ હતી. આ નિદાન કેમ્પમાં ઉદયભાઈ વિનોદભાઈ મહેતાના આર્થિક સહયોગ થકી યોજાયેલ હતો. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહ ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી વિમલભાઈ શાહ દિનેશભાઈ મહેતાએ જહેમત ઉઠાવેલ હતી. તેમજ આવતીકાલે તા.૫/૧૨ ના રોજ પણ કેમ્પ ચાલુ રહેશે તેમ યાદીમાં જણાવાયું હતું.