મોરબીના શક્તિચોક નજીક સમાજની છોકરી સાથે પ્રેમ લગ્ન કાર્ય હોવાનો ખાર રાખી એક યુવકને ત્રણ શખ્સોએ લાકડી વડે માર માર્યો હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ગામેં રહેતા અમીતભાઈ જગદીશભાઈ ટીડાણી (ઉ.વ.૨૭)એ છએક માસ અગાઉ આરોપીના સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આ બાબતનો ખાર રહી આરોપી આરોપી રિતેશ મૂંધવા ઉર્ફે ટકો ભરવાડ, વિજય નાગજી રાવા, શામજી કાનજી રાવા સહિત ત્રણ શખ્સોએ શક્તિ ચોક, વીશીપરા હનુમાનજી મંદીર નજીક અમિતભાઇ સાથે બેફામ વાણી વિલાસ આચરી લાકડી વડે હુમલો કર્યો હતો. ત્રણેય આરોપીઓ લાકડી વડે તૂટી પડતા યુવાનને જમણા પગમાં ફેક્ચર સહિતની ઇજા થવા પામી હતી આથી તેઓએ ટકા સહિતના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.