મોરબી: મોરબીનાં નવલખી રોડ પર યાસની વાડી પાછળ પાણીમાં ડુબી જતાં બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર યાસની વાડી પાછળ રહેતી અસિતાબેન દિનેશભાઈ ડોડીયા (ઉ.વ.૪) અકસ્માતે યાસની વાડી પાછળ પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.