મોરબી: મોરબીના લક્ષ્મી નગરમાં હર્ષદભાઈ નરભેરામની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મી નગરમાં હર્ષદભાઈ નરભેરામની વાડીએ રહેતા ૨૧ વર્ષીય મહિલા હંસાબેન પ્રકાશભાઈ નાયકાએ ગઈ કાલે તા.૧૫ના રોજ કોઇપણ વખતે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. હંસાબેનનો લગ્ન ગાળો દોઢ મહિનાનો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાતા પોલીસે પ્રાથમિક તપાસ PSI વી.કે. કોઠીયાને સોંપવામાં આવેલ છે.