મોરબી: સક્ષમ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત ગુજરાતમાં નેત્રદાન- જન જાગૃતિ અભિયાન અંતર્ગત લોક દૃષ્ટિ અંગે લોક ચક્ષુ બેન્કના પ્રમુખ ડો.પ્રફુલ સિરોયા (સુરત)ના માર્ગદર્શન હેઠળ આજે ઓમ કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો.
જેમાં મોરબીના લોકોને પોતાનું નેત્રદાન કરીને નેત્રહિન લોકોને નવું ઓજસ મળે તેના માટે લોકોમાં નેત્રદાન કરવાની જાગૃતિ આવે સાથે મોરબીમાં પણ એક રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવું લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે ડોક્ટરો તેમજ લોકો અને યુવા આર્મી ગ્રુપ મોરબી ઉપસ્થિત રહ્યું હતું.