મોરબીમાં શક્તિ ચોક સામે રીક્ષા સ્ટેન્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોનેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શક્તિ ચોક સામે રીક્ષા સ્ટેન્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી વ્રજલાલભાઈ નાથાભાઈ જાદવ, સતાભાઈ બેચરભાઈ રાવા, (રહે. બંને વીસીપરા મોરબી),તથા સંજયભાઇ કાનાભાઈ ખીટ (રહે. ધરમપુર. તા. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૬૨૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.