મોરબી: ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતીની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને જોઈને ડો.આંબેડકર જન્મજયંતિમાં રેલી સરઘસ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
આવતીકાલે 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની 130 મી જન્મજયંતિ નિમિત્તે શેડ્યુલકાસ્ટ અનુસૂચિત જાતિ દલિત સમાજ દ્વારા જણાવાયું હતું કે, કોવિડ-19 સંક્રમણને નિયંત્રણ માટે ડો.આંબેડકર જન્મજયંતિ પોતાના ઘરે જ ઉજવણી કરવા જણાવ્યું હતું. અને રાત્રે 7:30 પોતાના ઘર બહાર મીણબત્તી પ્રગટાવી પરમ પૂજ્ય ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઊજવણી કરવામાં આવશે.