મોરબીના લાતી પ્લોટમાં રહેતા યુવાનને ઝેરી દવા પી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા અને લાતી પ્લોટ વિસ્તાર છુટક મજૂરીકામ કરતાં રફીકભાઇ સુલેમાનભાઇ ચાવડા (ઉ.વ.૪૬)એ લાતી પ્લોટ શેરી નંબર-૧ માં પ્રણવસિંહ ચુડાસમાના કારખાના પાસે ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે રફીકભાઈને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ મોકલાવ્યા હતા. જ્યાં રફીકભાઇ ચાવડાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રામભાઈ મંઢ ચલાવી રહ્યા છે.