મોરબીમાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાંનો ૯૮મો જન્મોત્સવ આગામી તા.૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.
સમસ્ત ચારણ ગઢવી યુવક મંડળ મોરબીની સોનલમાં જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા.૪ જાન્યુઆરીના રોજ સોનલમાંનો ૯૮મા જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા સવારે ૮ કલાકે કબીર આશ્રમ કબીર ટેકરીથી નીકળી કાર્યક્રમ સ્થળ રામાનંદીની વાડી, સબ જેલ, રામઘાટ, મોરબી ખાતે પહોંચશે. મહાઆરતી સવારે ૧૦ કલાકે, તેજસ્વી ચારણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સવારે ૧૦:૩૦ કલાકે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મહિલા મોરબી દ્વારા હરીરસ-દેવીયાણ પાઠ સવારે ૧૧ કલાકે તથા મહાપ્રસાદ બપોરે ૧૨ કલાકે યોજાશે. વધુ વિગત માટે મુકેશભા મારુનો મો.નં. 97272 31816 પર સંપર્ક કરી શકાશે.