મોરબીમાં કોરોનાની બીજી લહેરે થોડો આરામ લીધો હોય તેમ કોરોના કેશોનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ હજુ લોકો બેદરકારી દાખવી રહ્યા હોય તેવા બનાવો પણ સામે આવી રહ્યા છે. જેમાં કોરોના મહામારીને પગલે જાહેરનામું અમલી હોય છતાં કોરોના પોઝીટીવ ઇસમ જાહેરમાં નીકળી ચેપ ફેલાય તેવું કૃત્ય કર્યું હોય જેથી બી ડીવીઝન પોલીસે એપીડેમિક ડીસીઝ એક્ટ તેમજ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધ્યો છે.
મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ફિરોજભાઈ સુમરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, કોરોના મહામારીને પગલે ગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનું જાહેરનામું અમલી હોય જેમાં કોવીડ પોઝીટીવ વ્યક્તિએ 14 દિવસ સુધી હોમ કોરોનટાઈન રહેવા ગાઈડ લાઈન જાહેર કરી હોય છતાં આરોઈપ મનોજ શશીધર પાટીલ (રહે વિદ્યુતનગર મોરબી-2 ભાડાના મકાનમાં)વાળો ઇસમ જાહેરમાં નીકળી અન્ય લોકોને ચેપ ફેલાય તેવું કૃત્ય કર્યું હોય જેથી પોલીસે રાત્રી કર્ફ્યું ભંગ તેમજ કોરોના વાયરસ સંક્રમણ વધે તેવી બેદરકારી ભર્યું કૃત્ય કરવા બદલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.