મોરબી: મોરબીના મહેન્દ્રનગર સી.એન.જી.પંપ નજીક ઈન્દ્ર પ્લાઝા કોમ્પલેક્ષનાં ચોથા માળ પરથી પગ લપસી નીચે પડતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા ૩૬ વર્ષીય રાજેન્દ્ર સિંહ દોલુભા જાડેજા ગત તા.૧૦ના રોજ મોરબીમાં આવેલ મહેન્દ્રનગર સી.એન.જી.પંપ નજીક ઈન્દ્ર પ્લાઝા કોમ્પલેક્ષનાં ચોથા માળે એક દુકાન થી બીજી દુકાનના રવેશમા જતાં હતાં ત્યારે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી નીચે પડતાં શરીરે ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.