મોરબીના રવાપર ઘુનડા રોડ સદગુરુ સોસાયટી નજીક ઇંગ્લીશ દારૂની ૮૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ સદગુરુ સોસાયટી નજીક આરોપી મહેશભાઈ દાનાભાઈ જારીયા (રહે. રવાપર. મોરબી)એ પોતાની ફ્ન્ટી કાર નં- GJ-03-DD-0275(કિં.રૂ. ૩૦,૦૦૦)વાળીમા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૯ ( કિં.રૂ. ૧,૨૧,૬૫૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૧,૫૧,૬૫૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.