
મોરબીમાં સમર્પણ હોસ્પિટલ પાછળ જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સમર્પણ હોસ્પિટલ પાછળ જાહેર રોડ પરથી આરોપી અજિત બચુભાઈ બાણોધરા (રહે. કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી સામે મફતીયાપરા. મોરબી-૨) નેં ઈંગ્લીશ દારૂની રોયલ ક્લાસીક વ્હિસ્કીની બોટલો નંગ-૦૫ (કિં.રૂ.૧૫૦૦) ઈમ્પેક્ટ બ્લ્યુ ક્લાસીક વ્હિસ્કીની બોટલો નંગ-૦૫ (કિં.રૂ.૧૫૦૦) તથા ઈન્ડિયન બ્લ્યુ બ્લેન્ડેડ ગ્રેઈન વ્હિસ્કીની બોટલો નંગ-૦૬ (કિં.રૂ.૧૮૦૦) મળી કુલ રૂ.૪૮૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

