મોરબીમાં ઇંગ્લીશ દારૂના બે ગુનાઓમા છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો
મોરબી: મોરબી તાલુકા તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ૦૨ ગુનાઓમાં છેલ્લા છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફ્લો સ્ટાફ કાર્યરત હોય.
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી કેવલારામ ઉદારામ ભીલ રહે. પુર ગામ તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) વાળો બનાસકાંઠા જિલ્લાના થરાદ ચોકડી આસપાસ આવેલ હોવાની બાતમીના આધારે પોલીસ ટીમ બનાવી મોકલતા સ્થળ પર જઈ તપાસ કરતા આરોપી કેવલારામ ઉદારામ ભીલ ઉ.વ. ૪૫ રહે. પુર ગામ તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.