મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સંસ્થાના લાભાર્થે આવતીકાલે તા.04 ના રોજ સાંજે 5 થી 8 કલાક સુધી કુંડામાં વાવી શકાય એવા 30 થી વધુ રંગબેરંગી ફૂલ છોડના રોપઓનું રાહત ભાવેથી વિતરણ કરવામાં કરવામાં આવશે. તેમજ અન્ય વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વિનામુલ્યે અપાશે
જેમાં ગુલાબ, આલમંડા દ્વાફ, રાત રાણી, એમેલીયા, ટગર, ડબલ, ટગર સિંગલ, એન્જીમેનિયા, લેમનપટ્ટી, વેરીગેટેડ, જેટરોફા, લહેરિયા, એકલીફા, ફાયકસ સ્ટાર, ફાયકસ સફારી, રોહયા, એરેનપીમાં રેડ, એરેનપીમાં ગ્રીન, મધુમાલતી વેલ, જાસૂદ લાલ, જાસૂદ પિંક, જાસૂદ વાઇટ, એક્ઝોરા, ચાઈનીઝ ટગર, ફ્લેમિંગો, ટ્રેસીના, કેસરી કેવળો, મનિવેલ, શ્રીલંકન, મોગરો, જુઈ, લેન્ટના, નરગીસ, લાલ હેમીયા, બારમાસી જેવા વિવિધ પ્રકારના રોપા મળશે
તેમજ મિત મનસુખ ભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે એક હજારથી વધુ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે. જેમાં જામફળ, સીતાફળ, દાડમ, ગુંદો, આમળાં, બદામ, તુલસી, મીઠો લીમડો, જંબુડા, લીંબુ, આસોપાલવ, (ગોળ), ઉમરો, આમલી, લીમડો, સવન, સેતુરના રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક મો.7574868886 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.