Wednesday, April 23, 2025

મોરબીમાં આયકર વિભાગની જૂની ઓફિસમાં ફસાયેલ કૂતરાનું રેસ્ક્યુ કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક રેસ્ક્યુ હાથ ધરવામાં આવે છે. ત્યારે ગઈકાલે મોરબીના ગ્રીન ચોક પાસે આયકર વિભાગની જૂની ઓફીસ ઉપર એક કૂતરું છેલ્લા બે-ત્રણ દિવસથી ફસાય ગયું હતું. અને તે જે જગ્યા એ હતું ત્યાં કોઈ માણસ જય શકે તેમ નોહતું.

આ અંગે જીવદયા પ્રેમીએ કર્તવ્ય જીવદયા કેન્દ્રને જાણ કરવામાં આવી હતી. જેથી તેની રેસ્ક્યુ ટિમ આયકર વિભાગની જૂની ઓફિસે પહોંચી કૂતરાને સફળતાથી નીચે ઉતારી આપવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુમાં મોરબી ફાયર બ્રિગેડના સ્ટાફ કિશનભાઈ ભટ્ટ તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો જોડાયા હતા. આ પ્રકારના કોઈ પણ પ્રાણીઓ ક્યાંય પણ ફસાય ગયા હોય તો આપ તાત્કાલિક મો.7574885747 પર સંર્પક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW