મોરબી તાલુકા વિસ્તારના અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા બે માથાભારે ઇસમોને પાસા તળે મધ્યસ્થ જેલ વડોદરા/સુરત ખાતે ધકેલતી દેવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લાના માથાભારે ઇસમો વિરૂદ્ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ ૧૯૮૫ હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી વિભાગ મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોઢાણીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી, લૂંટ, ઘરફોડ જેવા ગુન્હાઓમાં સડોવાયેલ માથાભારે ઇસમો વિરૂધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મંજૂરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જીલ્લાએ (૧) સતિષભાઇ રમેશભાઇ ડેડવાણીયા કોળી (રહે. વીસીપરા, મોરબી) તથા સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઇ સુમરાસંધી (રહે. વીસીપરા, મોરબી) વિરૂધમાં પાસા વોરંટ ઇસ્યુ કરતા મજકુર ઇસમોની પાસા તળે અટકાયત કરી વડોદરા સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.