મોરબીમાંથી છ બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામા કાંઠે સિરામિક સીટી પાસે આવેલ હરીઓમ પાનની પાસેથી છ નંગ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામા કાંઠે સિરામિક સીટી પાસે આવેલ હરીઓમ પાન પાસે આરોપી રફીકભાઈ મામદભાઈ ચાનીયા (ઉ.વ.૨૫) રહે. સો-ઓરડી, જારીયા પાનની સામે મોરબીવાળા પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૬ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.