મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ હરી ઓમ સોસાયટીમા શેરીમા આવેલા બમ્પ ઠેકાડી બાઈક સીધું જ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ધીરૂભાઇ ગોરાના મકાનમા રહેતા રાજેશભાઇ પ્રાગજીભાઇ કવૈયા (ઉ.વ.55) નામના આધેડ તા.6ના રોજ પોતાના હીરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા.નં-GJ-03-CH 6540 પર હરી ઓમ સોસાયટીમા શેરીમા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે શેરીમા રસ્તામા બમ્પ હોવાથી પોતે મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા બાજુમા આવેલ ઇલેટ્રીક થાંભલા સાથે મોટર સાયકલ અથડાતા બાઈક ચાલક આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.