મોરબી જનરલ હોસ્પિટલ મોરબી એ.આર.ટી સેન્ટર તેમજ GSNP + સ્વેત્ના પ્રોજેકટના ફિલ્ડ કો ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણીના સંયુક્ત ઉપક્રમે HIV ગ્રસ્ત બહેનો તથા બાળકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાશન કીટ વિતરણ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડો. કાન્તિલાલ સરડવા, એ.આર.ટી નોડલ ઓફિસર ડો. પી.કે.દૂધરેજીયા, ડી.ટી.ઓ ડૉ. ડી. વી. બાવરવા, એ.આર.ટી.મેડિકલ ઓફિસર ડો. હિતેષ પારેખ, દિપકભાઈ મકવાણા ડિસ્ટ્રીકટ સુપરવાઈઝર, ગણપતભાઈ વાઘેલા, સ્વેત્ના પ્રોજેકટ ઓફિસર, ઘનશ્યામભાઈ, ઓ.આર.ડબલ્યુ. વિહાન પોજેકટ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રાશન કીટ વિતરણમાં રઘુભાઈ ગડારા, દિનેશભાઈ પટેલ, કાન્તીભાઈ, ભાવેશભાઈ મણીયાર, અંકુરભાઇ (સમ્રાટ જવેલર્સ), જીતુભાઈ સહિતના દાતાઓના સહયોગથી ૬૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
