મોરબી: મોરબીની નવલખી ફાટક સીલ્વર પાર્ક સોસાયટી સામે છરી સાથે બે ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની નવલખી ફાટક નજીક સીલ્વર પાર્ક સોસાયટી સામે આરોપી દક્ષભાઈ અનિલભાઈ સોમેયા (ઉ.વ.૨૦.રહે. ગાયત્રીનગર વાવડીરોડ સીતારામ પેલેસ સામે. મોરબી) તથા રાજેશ ઉર્ફે રાજ સવજીભાઈ પીપરીયા (ઉ.વ.૧૯. રહે. રણછોડનગર સાંઈબાબાના મંદિરની પાસે.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. બંન્ને આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.