Wednesday, April 23, 2025

મોરબીની તમામ હોસ્પીટલમાં રેમીડિસવીર ઇન્જેક્શન હવે મળી રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંત્યત ખતરનાક સ્થિતિએ પહોંચી ચુકી છે. દરરોજ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે ઘણા બધા લોકોને રેમીડીસવીર ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે. ત્યારે મોરબીની કોઈપણ હોસ્પિટલમાં રેમીડીસવીર ઇન્જેક્શન હવે મળી જશે. તેમ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમારે જણાવ્યું હતું.

મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમારે મોરબી સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ સાથે થયેલ રૂબરૂ વાત કરતાં રેમીડીસવીર ઇન્જેક્શન મોરબીની કોઈપણ ખાનગી હોસ્પિટલમાંથી મળી જશે. એ માટે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય એ હોસ્પિટલના લેટેરપેડ પર  ઇન્જેક્શન માંગણી લેખિત, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, RT PCR  આધાર કાર્ડ, ઉપરના પુરાવા સાથે ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને સિવિલ હોસ્પિટલ ફાળવશે. જેનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 રહેશે. અને કિંમત.રૂ..899 ચુકવાના રહેશે. તમે જે ખાનગી હોસ્પિટલમાં દાખલ છો એ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જ ઉપરના ભાવે જ આપવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે મોરબી શહેર ભાજપ અનુસુચિ જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર મો.9904031255 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW