મોરબીની જાબાજ પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 10 રેડ કરી 2360 રૂપિયાનો દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો. જિલ્લા પોલીસ, જિલ્લા પોલીસવડાને ગુમરાહ કરી રહી છે કે જનતાને ?
મોરબી જિલ્લામાં દેશી દારૂ એ કેન્સરની જેમ ફેલાઈ રહ્યો હોય ત્યારે મોરબી જિલ્લા પોલીસે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે 10 જેટલી જગ્યાઓ પર રેડ કરી કુલ 2360 ની જંગી કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.
પ્રથમ કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના બસ સ્ટેશન નજીકથી આરોપી સમીર દલપોત્રા પાસેથી ત્રણ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 60 સાથે ઝડપી પાડ્યો છે
બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામની સીમમાંથી આરોપી નીરૂબેન નરેશભાઈ જખાનિયા ને બે લિટર દેશી દારૂ ના જથ્થા હિંમત રૂપિયા 40 સાથે ઝડપી પાડ્યા છે
ત્રીજા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામની સીમમાં આરોપી મુકેશભાઈ ઠાકોરને પાંચ લીટર દેશી દારૂના જથ્થા કિંમત રૂપિયા ૧૦૦ સાથે ઝડપી પાડ્યા છે
ચોથા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવિરડા ગામની સીમમાં આરોપી ભારતીબેન અરવિંદભાઈ સાડમિયા ને 10 લીટર દેશી દારૂના જથ્થા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પાંચમાં કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવિરડા ગામની સીમમાં માનુંબેન જખાણીયા ને 15 લીટર દેશી દારૂ ના જથ્થા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
છઠ્ઠા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે લાકડધારની સીમમાંથી આરોપી મહેશભાઈ ગાંગડીયા ને 8 l દેશી દારૂ ના જથ્થા કિંમત ₹160 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
સાતમા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે અમરધામ પાસે ઢુંવા માટેલ રોડ પરથી આરોપી વિરમભાઈ પરાડિયા તેમજ મહિપતભાઈ કોળી ને 5 l ની ક્ષમતા વાળા દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના આઠ બુનિયા સાથે એટલે ટોટલ 40 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 800 તેમજ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
આઠમા કિસ્સામાં મોરબી તાલુકા પોલીસ એ માંડલ ગામથી રાતાભેર જવાનો રસ્તા પર આરોપી રાજુભાઈ વાહજલિયા ને પાંચ લિટર દેશી દારૂ ની ક્ષમતા વાળા પાંચ નંગ કોથળીઓ સાથે એટલે કે 25 l દેશી દારૂ કિંમત રૂપિયા 500 તેમજ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
નવમા કિસ્સામાં હળવદ પોલીસે હળવદ થી સરા ચોકડી પાસે ના રસ્તા પર શ્રીજી હોસ્પિટલ સામે આરોપી ભવાનીભાઈ રબારી ને પાંચ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૦૦ તથા મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
દસમા કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે પીપળીયા ગામની નિશાળ પાછળ પાંચ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 100 સાથે વજીબેન ચખાણીયા ને ઝડપી પાડવામાં આવ્યા છે
આમ જિલ્લામાં આજરોજ અલગ અલગ જગ્યાએ દસ દેશી દારૂ ના અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ ફક્ત ગુનાઓ બતાવવા માટે જ દેશી દારૂના કેસ કરતી હોય તે રીતે મજાક કરતી હોય તેવો ઘાટ જિલ્લામાં ઘડાઈ રહ્યો છે.
તો બીજી તરફ લોક મૂખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, પોલીસ આ દેશી દારૂ ના જે બુટલેગરો છે તેમની પાસે હપ્તા પણ ઉઘરાવી રહી છે તેમ જ અન્ય જે નાના મોટા દેશી દારૂના વેચાણ કરતા હોય તેવા બુટલેગરોની બાતમી પણ આપવાની રહેતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસ દેશી દારૂના ખોટા કેસ કરીને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહી છે કે કેમ તેવા પ્રશ્નો પણ હાલ લોકો ઉઠાવી રહ્યા છે.. તો બીજી તરફ દેશી દારૂનું કેન્સર ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લાના ભાવી ભવિષ્યને ભરખી રહ્યું છે તેવા દ્રશ્યો પણ જિલ્લામાં જોવા મળી રહ્યા છે.. તો શું જિલ્લા પોલીસ મોરબી જિલ્લા પોલીસવાળાને ગુમરાહ કરી રહી છે કે જનતાને તે એક મોટો પ્રશ્ન છે.
પોલીસે ૧૦ જગ્યા પર રેઇડ કરી ને જે કઈ પણ દારૂ પકડ્યો છે તે સરાહનીય છે, હિન્દ વૈભવ ન્યુઝ તેમની કામગીરી ને આવકારે છે, પરંતુ વાસ્તવિક ચિત્રો કઈક અલગ છે જેની તરફ કાર્યવાહી થવી જોઈએ..