મોરબીની ગુરૂકૃપા હોટલ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે અન્ય એકનું નામ ખુલતાં પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન હેડ.કોન્સ્ટેબલ ડી.એચ.બાવળીયા સહિત પોલીસ ટીમ મોરબીની ગુરૂકૃપા હોટલ નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો મનોજભાઇ ઉર્ફે નાનુ ખીમજીભાઇ રાઠોડ (રહે.મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાસે આઠ ઓરડી મોરબી)ને રૂ.12960ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે ઇભુભાઇ આમદભાઇ કાસમાણી (રહે.મેમણ કોલોની નગર દરવાજા મોરબી) વર્લી ફિચરના આંકડાની કપાત આપતો હોય જેનું નામ ખુલતાં પોલીસે પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.