Friday, April 18, 2025

મોરબીના હાઇવેથી પીલુડી બની રહેલ રોડ પર ભ્રષ્ટાચારનું ગાબડું,નાલું બન્યાના 10 દિવસમાં માં તૂટી ગયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના હાઇવેથી પીલુડી બની રહેલ રોડ પર ભ્રષ્ટાચારનું ગાબડું,
નાલું બન્યાના 10 દિવસમાં માં તૂટી ગયું

મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ રોડ ની હાઇવેથી શરૂઆતમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું, આ બન્યાના 10 દિવસમાં તૂટી ગયું છે . ત્યારે આ નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તા વારા મટીરીયલનો ઉપયોગ થયો હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે . ત્યારે આ બનતો રોડ કેટલા દિવસ ટકશે તે પણ એક સવાલ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ત્યાં મુલાકાત કરી અને યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું . તેના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW