મોરબી જિલ્લામાં અનેક ચોરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઠંડીનું પ્રમાણ વધતા ચોરીઓની પણ અનેક ઘટના બની છે. હાલમાં ટંકારાના નેકનામ ગામેથી 1 દિવસમાં જ 3 બાઇક ચોરીના બનાવ સામે આવ્યો છે. ત્યારે મોરબીમાં પણ એક તરસ્કરે સુપર માર્કેટમાં આવેલ દુકાનોને ટાર્ગેટ બનાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટમાં ગત રાત્રે એક ઈસમ મોંઢે બાંધી એક પછી એક દુકાન ના તાળા ખોલવા પ્રયાસ કર્યો હતો. અને પોતાના પાસે રહેલ સાધનથી 2 દુકાનના તાળા ખોલી ચોરી કરી હતી. જેમાં ક્રિષ્ના બ્યુટી પાર્લરમાંથી રૂ.2000 ની ચોરી જ્યારે સાહેલીમાંથી 40 સાડી ચોરી થયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે આ સમગ્ર ચોરીની ઘટનાનો બનાવ સીસીટીવી ફુટેજમાં કેદ થયો હતો.