Wednesday, April 23, 2025

મોરબીના શોભેશ્વર રોડ પરથી યુવતી લાપતા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયેલ યુવતીના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં કુબેર ટૉકીઝ પાછળ આવેલ શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં રહેતી નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા ઉવ.૧૯ ગત તા.૦૧ જૂન ૨૦૨૪ના રોજ બપોરના સુમારે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર જતી રહી હતી. બીજીબાજુ પરિવાર દ્વારા ઓળખીતામાં તથા સગાવ્હાલાને ત્યાં ઘરમેળે તપાસ કરતા આજદિન સુધી નીલમબેનની ભાળ ન મળતા યુવતીના ભાઈ કરણભાઈ ઘનશ્યામભાઈ વિરમગામા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની બહેન લાપતા થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસૂધા નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW