મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પામાં દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૮૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૧૩૦૦૦/– સાથે રેઇડ દરમ્યાન સ્પા સંચાલક આરોપી સંજયભાઈ આપાભાઈ ગરચર (ઉ.વ.૪૨) રહે. મોરબી લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી બ્લોક નં -૨૦૪ મોરબીવાળાની સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે