મોરબી: ભારત સરકાર દ્વારા ચાલતા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA“ (નામદાર સુપ્રિમ કોર્ટ) તરફથી મળેલ સુચના મુજબ પાન ઈન્ડીયા અવરનેસ પ્રોગ્રામ તા.૦૨/૧૦/૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે.
નામદાર ગુજરાત હાઈકોર્ટ (ગુજરાત રાજ્ય કાનુની સવા સત્તા મંડળ) તરફથી મળેલ સુચના મુજબ મોરબી જિલ્લાનો મેગા લીગલ સર્વિસ કેમ્પ તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે પટેલ સમાજવાડી, શકત સનાળા ખાતે રાખવામાં આવ્યો છે. આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓનો કાર્યક્રમના સ્થળ પર જ લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના પ્રન્સિપાલ ડિસ્ટ્રીક જજ એ.ડી. ઓઝાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.