મોરબીના વિસીપરા મેઇન રોડ માહી દૂધ એજન્સી નજીક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો તથા બીયર સાથે એક ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા મેઇન રોડ માહી દૂધ એજન્સીની બાજુના રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૂ વેચાણ અર્થે રાખેલ હોવાની મોરબી સીટી બી ડીવીઝનના એએસઆઇ વી.ડી.મેતા તથા પોલીસ ટીમને બાતમી મળી હતી. જેથી ઉપરોક્ત સ્થળે પોલીસ ટીમ રેડ કરી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ.18 (કિં.રૂ.9000) અને બીયર ભરેલ ટીન નંગ.24 (કિં.રૂ.2400) મળી કુલ રૂ 11,400 ના મુદ્દામાલ સાથે નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઇ કટીયા (રહે.વીસીપરા મેઇન રોડ માહી દૂધ એજન્સીની બાજુમાં મોરબી મુળ.નવાગામ તા.માળિયા મિં) ને ઝડપી લીધો હતો. અને આરોપી વિરૂધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.