મોરબીના વીસીપરામા ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકનુ મોત
મોરબી: મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિધ્યાલય પાછળ વીસીપરામા કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક તાર ને અડકી જતા શોક લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ વાડજ અમદાવાદમાં રહેતા નથુલાલ સોહમ સરફોટા (ઉ.વ.૨૧) નામનો યુવક મોરબીમાં નવલખી ફાટક પાસે યોગી વિધ્યાલય પાછળ વીસીપરામા મકાનનું સેન્ટીંગ કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર ઈલેક્ટ્રીક તારને સ્પર્શ થતા શોટ- સર્કિટ થતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.