મોરબી જિલ્લામાં કોરોના કહેર ચાલુ છે. ત્યારે ભાજપ પરિવાર દ્વારા કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયા તથા મગનભાઈ વડાવીયાના સલાહ સુચન અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઇ પડસુબીયા તથા ખાખરાળા તાલુકા પંચાયત સદસ્ય ભુપતભાઇ સવસેટા, નાની વાવડી તાલુકા પંચાયત સદસ્ય રમાબેન પરેશભાઈ રૂપાલા, મોરબી તાલુકા ઉપપ્રમુખ પ્રવિણભાઈ પડસુબીયા દ્વારા મોરબીના નાની વાવડી ગામે કોરોના રેપીટ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 121 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. જેમને નિ:શુલ્ક દવા આપવામાં આવી હતી.