મોરબી વાંકાનેર હાઈવે પર અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે રફાળેશ્વર ગામની ગોળાઇ નજીક આગળ જતા કન્ટેનર પાછળ ટ્રેલર ઘુસી જતાં ટ્રેલરનો આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. અકસ્માતમાં ટ્રેલરચાલકને ઈજા થઇ હોવાની માહિતી મળી રહી છે.