મોરબી શહેરના લાયન્સ નગરમાં એક શખ્સને બિયર ના 12 ડબલા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના લાયન્સનગરમા આવેલ સતનામ એપાર્ટમેન્ટ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઇતેશભાઈ નાગહ ઉ.24 રહે.વાવડી રોડ, મીરા પાર્ક, ઉમિયા એપાર્ટમેન્ટ વાળાને ગોડફાધર બ્રાન્ડ બિયરના 12 ડબલા કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી