મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતિ પ્લોટ શેરી નં -૨-૩ ની વચ્ચેથી જાહેરમાં આરોપી રવિભાઈ રામજીભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) તથા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (ઉ.વ.૨૮) રહે. બંને વજેપર મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૦૮૮ નો મુદ્દામાલ મળી આવતા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે. કબીર ટેકરી મોરબીવાળો વિદેશી દારૂનુ વેચાણ કરવા અર્થ રાખેલ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એમ-૮૮૬૫ કિં રૂ. ૫૦,૦૦૦ વાળામા દારૂનુ વેચાણ કરતો હોવાનું ખુલતા ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે