Tuesday, April 22, 2025

મોરબીના રોહીદાસપરામાં યુવકને ધોકા વડે માર મારતા ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી રેલ્વે સ્ટેશન પાછળ રોહિદાસપરા શેરી નં -૦૩ મા રહેતા પાર્વતીબેન મોતીભાઈ કાટીયા (ઉ.વ.૬૫) એ આરોપી રાહુલભાઈ ખીમજીભાઈ શ્રીમાણી રહે. મોરબી રેલ્વે સ્ટેશન પાછળ રોહિદાસપરા શેરી નં -૦૩ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૫-૨૦૨૪ ના રોજ ફરીશ્રી ના દીકરા જયેશને મજા ન હોવાથી પોતે ઘરમા સુતો હોય દરમ્યાન ફરીયાદિના પાડોશી મોટા અવાજે રાડો પાડીને પાણીનો જગ તેઓના ઘેર નાખી જવાનુ કહેતા ફરીયાદિના દીકરા જયેશભાઇ પોતાને મજા ન હોય અને પોતાના મોટાભાઇ પણ ઘેર ન હોવાનુ કહી પરીસ્થીતી સમજવાનુ કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ અચાનક પાછળથી આવી ફરીયાદિના દીકરા જયેશભાઇને માથાના ભાગે લાકડાના બડીકાનો એક ઘા માથાના ભાગે મારી ઇજા કરી હતી જેથી ભોગ બનનાર યુવકની માતા પાર્વતીબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW